અમે ગરવી ગુજરાતના બાળકો રે,
જેનો ગરવો ગણાય ઈતિહાસ રે ....અમે.
જેમાં જુનાગઢ તો શોભતો રે,
જેમાં મહી-- નર્મદાનો નિવાસ રે.....અમે.
કૃષ્ણ ને સુદામા ની ભોમકા રે,
જ્યાં વાગે નરસૈયાની કરતાલ રે....અમે.
થયા કલાપી-નર્મદ ને મુનશી રે,
જેમાં જન્મ્યામેઘાણી સરખાવીર રે....અમે.
થયા ગાંધી- મહાદેવ ને કસ્તુબા રે,
જ્યાંથી વાગી આઝાદીની હાક રે ....અમે.
જેમાં વિઠ્ઠલ અને વલ્લભ થયા રે,
કર્યું "સ્વપ્ન" ભારતનું સાકાર રે....અમે.
જેમાં સરદાર સરોવર શોભતું રે,
બન્યું છે ગરવું ગુજરાત ખુશહાલ રે....અમે.
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Friday, May 1, 2015
અમે ગરવી ગુજરાતના બાળકો રે.....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment