વસે છે અહીં પારધીના કબીલા,
પ્રગટશે અહીં કોઈ કાવ્યમસીહા.
અહીં કોઈએ સત્યની ઓથ લીધી ,
ખરીદી રહયું છે પણે કોઈ ખીલા .
જૂઓ વાદળાંઓનાં ટોળાં રમે છે ,
નવા કૃષ્ણ-રાધા , નવી રાસલીલા .
તમે જે જગાને ગણો છો કલુષિત ,
ફક્ત એજ જન્માવી જાણે છે હીરા .
હજી ચાલતા શ્યામ શીખે જે રસ્તે ,
એ સરહદ ઉપર બેઠી છે એક મીરાં .
-સ્નેહી પરમાર
No comments:
Post a Comment