ખાલિપો મબલખ ભર્યો છે આંખમાં તું આવને
સ્પર્શનું પોષણ મને આપી ફરી ફણગાવને.
જાત મારી કાયમી પઙતર પડી રહેતી હતી
લાગણીનો ભાર દઈ ને હેતથી ઉચકાવને.
બુંદ જેવો હું પકડમાં કોઈની આવ્યો નહી
એક દરિયાને નદી થઈ તું હવે સપડાવને
કોઇ રૂપાળા વદનને જોઇ લાલચ ના અડી
સ્મિત તારૂં દઇ મને કારણ વિના લલચાવને
ક્યાં ટકોરાની કિમત સમજાઇ આ મનદ્રારને
આગળીનાં સ્પર્શ નાજુક દઇને તું ખખડાવને
આમ તો દિલથી તું ભોળી છે છતા નખરા કરે
પ્રેમનાં નામે આ શાયરને તું ના તડપાવને
તું સલામત રહે દુઆ માંગું તો રબ બોલ્યાં મને
બંદગીમાં ઇશ્ક કરવાની મજા સમજાવને
આ સફરમાં લાખ ચ્હેરા જોઇને લાગ્યુ મને
એ “મહોતરમા”જચે મારી નજરનાં ભાવને
-નરેશ કે.ડૉડીયા
No comments:
Post a Comment