મારા દિલનો નવો આકાર તું છે.
કોયલ નો મીઠો ટહુકાર તું છે.
પડછાયા સીવાય મારું કોણ છે,
મારા જીવન નો સથવાર તું છે.
કદી હસાવે છે,કદી રડાવે છે,
યાદોની અનોખી વણઝાર તું છે.
આ ભીડ માં મને એકલતા ડંખે,
સહવાસ આપતી સીતાર તું છે.
આંખો ને આંસુ સાથે એકતા કેવી,
"સખી" ના જીવન નો આધાર તું છે.
No comments:
Post a Comment