ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, September 21, 2015

પગલા ચાલ્યા ખેતર તરફ....

મેહુલો આવ્યો વરસાદ લઈને ખેતર તરફ ,
મહેક પ્રસરી સમીરના સાથમાં ખેતર તરફ ;
મહેનત કરવા પગલા ચાલ્યા ખેતર તરફ ,
વસુંધરા ખૂંદી કણમાંથી મણ કરવા ખેતર તરફ ;
ધરા પર બીજ અંકુર થઈ ઉગ્યા ખેતર તરફ ,
હરીયાળી લહેરાઈ ભૂમી પર ખેતર તરફ ;
ટોળાઓમાં પંખીઓ કિલ્લોલ કરે ખેતર તરફ  ,
મુક્ત ગગનમાં મુક્ત થઈ ઉડે ખેતર તરફ  ;
ખુશીથી ગીત ગાતા પગલા ચાલ્યા ખેતર તરફ ,
'લાલુ' મહેનતની મૌસમ લણવા ખેતર તરફ
-લિ.ચુડાસમા લાલજી 'લાલુ'

No comments:

Post a Comment