ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, October 8, 2015

દે ગઝલ વાહ દે તું મને, માણવા તું હવે સાંજ દે - મોરબીથી યુવા કવિ રૂપેશ પરમાર ઉર્ફે 'કવિ જલરૂપ'

નાદ દે સાદ દે સાજ દે,
જીવવા તું હવે  આજ દે.

સાથ દે હાથ દે તું મને,
જાણવા તું હવે રાજ દે.

સોય દોરો હજી જીવે છે,
ઢાંકવા તું હવે લાજ દે.

આજ આ માણસો સર્પ થ્યા,
મારવા  તું  હવે  બાજ  દે !

દે ગઝલ વાહ દે તું મને
માણવા તું  હવે સાંજ દે.

-કવિ જલરૂપ

No comments:

Post a Comment