એકાંત આ મને એટલું પરવડી ગયું છે કે...
કોઇનો સાથ પણ હવે મને મોંઘો લાગે છે...!
આ ઘડિયાળની 'ટક-ટક' એવી તો મનને જચી ગઇ છે કે....
કે કંઇક 'ચહલ-પહલ' પણ હવે ઘોંઘાટ લાગે છે...!
એકસરખો આ આંસુઓનો રંગ એવો તે ગમી ગયો છે કે...
કે હવે હોળીનાં રંગો પણ જાણે ફિક્કા લાગે છે...!
આ નિરવતાનું પ્રગાઢ આલિંગન એવું તો રચાણુ છે કે...
કે શ્વાસ-ઉચ્છવાસનો પણ જાણે હવે ઉપદ્રવ લાગે છે..!
અને અંતે...
આત્મા-પરમાત્મા સુધી પહોંચવાની સરળ યાત્રામાં...
'હું' એકમાત્ર અટકળ છું એવું લાગે છે...!
'હું' નાં સાનિધ્યમાં 'તું' ની કલ્પના મનમાં શું થાય છે...?
'હું' ને 'તું' નાં પરસ્પર સ્નેહની 'મીઠી' લાગણીની તીવ્ર અભિલાષા જાગે છે...!
અસલમાં એકાંતમાં જ હું મારો 'તું' નામનો 'કાંત' શોધું છું....
સ્થળ કોઇ એવું એક શાંત શોધું છું...
ખાસ તો 'હું' ને 'તું' ખોવાણાં છે પ્રેમ-સભર હૃદયમાં..
એ હૃદય કેરાં દેશમાં જ હું 'સ્વ- પ્રેમ' નો પ્રાંત શોધુ છું...!'
તરુણા જોશી 'મીઠી'
No comments:
Post a Comment