ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, March 2, 2016

જુઓને પાટણ નગરે

જુઓને પાટણ નગરે,
જે કોલેજના મોટા નામ છે.
શોભે છે નગર મધ્યે,
જેનું પી.કે.કોટાવાલા નામ છે.
જેના મોલ અણમોલ છે,
હા'રે ના કોઈના તોલ છે.
જ્યાં સરસ્વતીનો વાસ છે,
ને સર્વશ્રેષ્ઠતા નો પ્રભાવ છે.
વાતે વાણીનો વિલાસ છે,
તળે પ્રકૃતિનો સાદ છે.
વરિષ્ઠ શિક્ષાપ્રસ્તુ શિક્ષકોનો,
સંગીન ધરાએ વાસ છે.
વાચે સરસ્વતી દેખાય છે,
કર્મે નારદ ઊપસાય છે.
જ્ઞાનમય ઘોષિત ઉપવનમાં,
તાલથી તાલ પુરાય છે.
જયાં જ્ઞાનભાથાં ઉપરાત,
સંઘર્ષ ઝીલતા શીખવાય છે.
સમ ભાષાગ્રહણ વિષયો ને,
કમ્પ્યુટર જ્ઞાન અપાય છે.
ટકાઉ જ્ઞાન બનાવવા,
આધુનિક તકનીકી વપરાય છે.
ને વિદ્યાર્થીની કલા કાજે,
વિધિ આલોચના થાય છે.
જોતાં મહાકાય સ્વરૂપને,
યુનિવર્સિટીનો ભાષ થાય છે.
નિરખ્યે કદ વિશાળ છતાં,
વિદ્યાર્થી નામથી ચેતવાય છે.
-કેતન પરમાર

No comments:

Post a Comment