તારી આંખ મા ઊગેલી વસંત જોઈ ગયો
મારા હ્રદય નો ધબકાર અહી હું ખોઈ ગયો
મળી હતી એક જ ક્ષણ મને હસવા માટે
જુઓ દોસ્તો, એમાં પણ હું રોઈ ગયો
ગગન, ધરા, વેલ, ઝરણાં ને વૃક્ષ
આ બધુ હોવા-પામવાં છતા અંદર હું રુક્ષ
મળી મને ચંદ્ર ની ઝળહળતી ચાંદની
કૂદરત નું કરવું ને હુ આગીયા માં મોહી ગયો
મોસમ ના ઊંડાણ ને, પર્વતો આ અથાગ
લાગણી ના ઘોડાપુર ને એકલતા ની આગ
મુકી મે પ્યારી 'વાદળી' ને, રંગ હુ આ
ક્ષણભંગુર 'મેઘધનુષ' માં જોઈ ગયો..
-bh'Art
23oct 2015
No comments:
Post a Comment