કોનું આભ ઉલેચી આવ્યા?
ક્યાં જઈ પાંખો પહેરી આવ્યા?
હળ જેવી આ આંખો લઈને,
કોને જઈને ખેડી આવ્યા?
વિધિએ જે કંઈ લખ્યું ચોપડે,
અમે જઈને ચેકી આવ્યા.
મ્રુત્યુ પણ પ્રેમાળ ઘણું છે,
હમણા એને ભેટી આવ્યા.
સ્વપ્ન દીધાં’તાં બે-ત્રણ તમને,
એ પણ જઈને વેચી આવ્યા?
ડૂસકાઓનું પૂછી રહ્યા છો?
એ પેઢી દર પેઢી આવ્યાં.
-અનિલ ચાવડા
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Thursday, October 15, 2015
કોનું આભ ઉલેચી આવ્યા? - અનિલ ચાવડા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment