હૈયે હૈયે દુખાવા ઝાઝા ને,
વહેતા છાના આંસુ. ..
આમા તારા દુખોને કેમ કાપુ?
રેતાળ મારી લાગણી ને,
સુકો ભઠ્ઠ વિસ્તાર. ..
આમા પ્રેમ ના બીજ કેમ વાવું?
સોના રુપી પાંજરુ આપ્યુ ને,
હિરા મઢેલ આસન...
આમા મુક્તિ ની પાંખો કેમ રાખું?
ઉપરની ઇમારત આલીશાન,
અંદર ના પાયા કાચા...
આમા કાયમી વસવાટ કેમ રાખું?
-આભાસ.તા-3/10/2015
No comments:
Post a Comment