રાત વીતી વાત વીતી ,
દુનિયા અમથી અમથી બીતી ...
જુઓ ખોટી મોટી ડંફાસ બોલે ,
વાતે થાય કજીયો કંકાસ છેલ્લે .
દુનિયા અમથી અમથી બીતી ...
બંદુક,બોમ્બ ,નાગા ખેલ ખેલે ,
લોહીના ખાબોચિયા સઘળે રેલે .
દુનિયા અમથી અમથી બીતી ...
દિલમાં રામ નામને કોતરી લે ,
સારથી માટે શ્યામને નોતરી લે .
દુનિયા અમથી અમથી બીતી ...
રાત વીતી વાત વીતી ,
દુનિયા અમથી અમથી બીતી ...
કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment