કેડી ગોતવા જતા રસ્તો મળ્યો
મંદિર થી યે દિલ માં પ્રભુ સસ્તો મળ્યો
કારણ શું આપુ આ મંઝીલ શોધવા પાછળ
બસ શોધવા જતા અમસ્તો મળ્યો
ફુલ શોધવા માં જીંદગી વેડફી મેં
સુવાસ ફેલાવી ને સામે ગુલદસ્તો મળ્યો
જીંદગી ની જંજટ માંથી ડોકિયુ કર્યું
બાળપણ ની તસવીર માં હું ખુદ હસ્તો મળ્યો
આશા રૂપી કોડીયુ પ્રગટાવ્યું જ્યા મેં
અંધકાર પણ હળવેક થી ખસ્તો મળ્યો
મહત્વકાંક્ષા તો જુઓ આ જગત ની
અહી તો ખુદ જીન પણ ચીરાગ ઘસ્તો મળ્યો
પ્રેમલીલા માં દુનીયા ને નચાવનાર, હે ! યાદવ
તુ પોતે જ રાધા ના પ્રેમ માં ફસતો મળ્યો
હવેલીઓ ને મહાલયો માં મુરત જોઈ તારી રઘુનંદન
પણ તું દુર ક્યાંક શબરી ની ઝુંપડી માં વસ્તો મળ્યો..
-bh'Art
No comments:
Post a Comment