ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, November 16, 2015

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું ?

બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને કાઈ વસ્યા કમાડ અમે ખોલ્યા
ચારે આંખોના એવા અંધાર્યા વાદળાં કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપને ઉભા રહ્યા-નું પૂર આવવું
ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ અને હું રે વેરી જઉં રાનમાં
મારી હથેળીમાં ય એવી રેખાઓ જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું ?

-રમેશ પારેખ

No comments:

Post a Comment