શ્રદ્ધા પણ એટલી તો રાખજો;
કોઈ માટે થોડી જગ્યા રાખજો .
પ્રેમ ક્યાં કોઈ પાસે માંગે છે
હૈયે સારા વિચારો તો રાખજો .
સમય અહી વીતે છે દિન રાત ;
પોતાના સ્વ માટે ક્ષણ રાખજો .
આવે એમ જાય છે દરેકે દરેક
સત્કર્મો કરવાનું ચાલુ રાખજો.
કાંધો નથી માંગતો મર્યા પછી
જરાક ગયા બાદ યાદ રાખજો .
કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment