ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, November 16, 2015

આ શહેર છે રંગીલુ રાજકોટ.

સપનાનુ મેઘધનુષ્ય જેવું રંગોનું સપ્તરંગી ,આ શહેર છે રંગીલું
રાજકોટ ;
રંગબેરંગી લોકોમાં આનંદની હેલી જેવું છલકાવતું ,આ શહેર છે રંગીલું રાજકોટ.

જાડેજા વિભાજીએ વસાવેલું રાજનું કોટ છે, આ શહેર છે રંગીલું રાજકોટ ;
રાજના કુમારોની રાજકુમાર કોલેજ શાન છે ,આ શહેર છે રંગીલું રાજકોટ.

આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીબાપુની સ્મૃતિ ઝળકે છે ,આ શહેર છે રંગીલું રાજકોટ ;
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાથી તારલાઓ ચમકે છે ,આ શહેર છે રંગીલું રાજકોટ.

મેળાઓમાં માનવમહેરામણ તહેવારોમાં રેસકોર્ષમાં ઉમટે ,આ શહેર છે રંગીલું રાજકોટ ;
આજી ડેમ ના કિનારે કિનારે પ્રેમી યુગલોના બેસણા છે , આ શહેર છે રંગીલું રાજકોટ.

સ્વામી નારાયણની સત્યવચનો,દિવ્ય અમૃતવાણી વહે છે , આ શહેર છે રંગીલું રાજકોટ ;
ક્રિકેટ ચાહકોની ચાહત ખેચતું લઈ જાય છે ખંઢેરી સ્ટેડિયમ , આ શહેર છે રંગીલું રાજકોટ.

પ્રદ્યુમન પાર્કમાં સાવજની ડણક સવાર-સાંજ સંભળાય છે, આ શહેર છે રંગીલું રાજકોટ ;
ખેતીના ઓજારો ને ડિઝલ
એન્જીનનું ઉત્પાદન કરે છે , આ શહેર છે રંગીલું રાજકોટ.

વોટસન મ્યુઝિયમમાં ઈતિહાસની સાબિતિનો વિવિધ સંગ્રહ ખજાનો છે , આ શહેર છે રંગીલું રાજકોટ ;
રંગીલી પ્રજાનું,ભાતીગળ માનવનું,સૌરાષ્ટ્રનું પેરીસ છે ,આ શહેર છે રંગીલું રાજકોટ.

-ચુડાસમા લાલજી 'આદિત્ય'

No comments:

Post a Comment