ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, November 2, 2015

નજર ઝંખે તલાશ તરફ,
હૃદય ઝંખે સહવાસ તરફ.

મળે જયાં નજર હ્રદયને,
ઉડી નીકળે પ્રવાસ તરફ .

છે નજરને આદત એવી,
સરી પડે આભાસ તરફ .

વલય વમળે અટવાઈ,
ઢળી પડે લિબાસ તરફ .

આકાશ પાતાળ ખળભળે,
નજર વળે અહેસાસ તરફ.

મળી હૃદય ને ફરી નજર.
ને પ્રવાસ ફરી ઉજાસ તરફ,
" दाजी "

No comments:

Post a Comment