વાંસળી અેવી વગાડી રાતભર,
તાલથી યાદે નચાવી રાતભર.
ગોખલે આ દીવડો ઝલતો રહ્યો,
અેમ સળગી આ ઉદાસી રાતભર.
શાંત પડઘાઓ દિવસના થાય ત્યાં,
ગાય છે રાતો કવાલી રાતભર.
લાવવા સૂરજને પાછો આભમાં,
તારલા કરશે પથારી રાતભર.
આ કલમ જીદે ચડી છે મારી પણ,
કલ્પના સઘળી લખાવી રાતભર.
વાહ વાહી તો થવાની છે હવે,
આ ગઝલને મેં મઠારી રાતભર.
- મેહુલ ગઢવી
No comments:
Post a Comment