અનંત રાહે....
વિટ્મ્બણાઓની વચ્ચે,
તને જોવાની ઉત્કન્ઠતાઓની એ હદ,
તારા પ્રેમની ચાતક પ્યાસ,
અને તને પામવાની અધીરાઇ....
તારા સ્નેહનાં સરવાળામાં,
મારાં નિસ્વાર્થ પ્રેમનો ગુણાકાર....
દૂરથી તને નિહાળવાની ધીરજ,
અનન્ય વાટે તારા પગલાનો ધીમો રણકાર....
મારી અતૃપ્ત તેજ ધડકન,
મારાં નયનમાં તારી છબીનો પડછાયો....
તારુ અણધાર્યું આગમન,
અને ત્યારે થયેલી મારાં શ્વાસ અને ધડકનની તેજ દોડધામ....
તારુ મારી સમીપ આવવુ,
અને તારા અગાઢ નયનસાગરમાં મારુ દ્રશ્ય...
આહા! તારુ એ હળવુ આલિંગન,
અને એ અતૃપ્ત અધરોની પ્યાસનો અમ્રુત ઓડકાર...
વિસરાઈ ગયેલું આ જગત,
અને ' જ્ન્નત ' ફક્ત આપણી દુનિયા....
બસ હું અને તું - આપણે
- જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment