ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, December 10, 2015

હૈયાની વાત....

હૈયાની વાત....

નહી સમજાય હોય મારી ટૂંકી વાત,
એટલે તે નવલકથામાં વિસ્તારથી આલેખી ;

જે કંઈક મળ્યું છે આપણને પ્રભુ પાસેથી,
તે સુખ-દુઃખની વ્યથાનાં પ્રકરણમાં લખે છે.

તમારી વાટ મે જીવનભર હ્રદયમાં રાખી,
તડકા-છાયડાની તપસ્યાઓ રાત-દિવસ તપાવી ;

જે વાત મારા હૈયામાં ભમતી હતી તે વાતને ,
ટૂંકા ઉપસહારની જેમ છેલ્લે ત્યાગમાં કહે છે.

હતી તારી સઘળી આશાઓ મે નિર્મળ રાખી,
પહાડ,નદી,સરોવર,વનકુંજમાં વસંતમાં મ્હોરી ;

છતાં આપણી જિજીવિશા તો અધૂરી જ રહી ને,
તો પણ તમારા હાથમાં મારું જીવન ધરે છે.

-ચુડાસમા લાલજી 'આદિત્ય'

No comments:

Post a Comment