મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મનમાં શ્રદ્ધા ની વાત હતી, ખોલી આંખો તો રાત હતી.
ભીતોની ભીતર નજર હતી? તોડી ઘણથી તો ઘાત હતી.
અંદર અંદર લડ્યા અંકો ! શૂન્ય સામે તો માત હતી.
શ્વાસ પાછળ લીટી તાણું ? આગળ જો મારી જાત હતી.
ચિતરી ઈર્ષા કાગળ પર, જોયું દિલથી તો ભાત હતી.
કવિ જલરૂપ મોરબી
No comments:
Post a Comment