ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, January 28, 2016

તાપણી એણે કરીને દાઝ્યા કરૂં છું હું,

તાપણી એણે કરીને દાઝ્યા કરૂં છું હું,
શ્વાસનાં કટકે કટકાને સાંધ્યા કરૂં છું હું.

ભલે સાંજ પડતા કરમાઈ જાવું રોજ,
પણ તમોને ખુશ્બુ આપવા ખિલ્યા કરૂં છું હું.

દિવસ તો નીકળી જાય છે તને યાદ કરી,
આ ગોઝારી રાતોમાં જાગ્યા કરૂં છું હું.

દુશ્મનો એકેય નથી આ જગતમાં મારા,
બસ મારી જ આ જાતથી લડ્યા કરૂં છું હું.

દર્દ કોની આગળ કહેવા,અને કોણ સાંભળે?
માટે કાગળ ને પેન લઈ લખ્યા કરૂં છું હું.

દૂરથી દેખાય એજ સાચુ લાગે સંસારમાં,
સુખોનાં મૃગજળ પાછળ હાંફ્યા કરૂં છું હું.

માર્મિક છે આ જિંદગીને "આભાસ"
જોને ક્ષણે ક્ષણે  આ બન્ને ને શોધ્યા કરૂં છું હું.

-આભાસ

No comments:

Post a Comment