ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, January 9, 2016

કોઈ નથી જ આપતું મેં મેળવેલું છે...

કોઈ નથી જ આપતું મેં મેળવેલું છે;
તકદીર જાત વ્હેંચી મેં તો ઘડેલું છે.

આ બંધ બારણાં રાખ્યા છે અમે છતાં;
દુઃખ કોઈ આજ જોવા આવી ચડેલું છે.

એનાય આંસુ જોઈ લાગ્યું મને હવે;
કે લાગણી સમું એનામાં પણ ભરેલું છે.

સુખ દુઃખ સદાય સાથ રહે જિંદગી મહીં;
અમૃત-ગરલ મહીં આ જીવન બનેલું છે.

લ્યો એ પછી અમે પણ કાંઈ નથી કહ્યું;
ને એમનું હવે આ મુખ પણ ફરેલું છે.

લ્યો આચમન છે પાંપણોને આજ તો મળ્યું;
અમસ્તું ભલે પરંતુ નયન નીતરેલું છે.

ભીની કબર મને કાં લાગે છે આજ તો ?
'પ્રત્યક્ષ' જો રડીને કોઈ ગયેલું છે.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment