કાલની જેમ આજ ઉભો છું,
થઈ ને હું ચીથરે હાલ ઉભો છું.
આગલું પાછલું થશે સરભર,
લઇ ને પૂરો હિસાબ ઉભો છું.
મોજથી મારી લે તમાચા તું,
લે ધરી આજ ગાલ ઉભો છું.
ઘા શું તલવારનાં બગાડી લે,
શબ્દની લઇ ને ઢાલ ઉભો છું.
હાથ ખાલી છે મારા જોઇલે,
ભાગ્યની ખાઈ ગાળ ઉભો છું.
શોધ નાં તું મને હવે ક્યાંયે,
થઈ ને તારા હું શ્વાસ ઉભો છું.
કો'ક તો આવશે જ દરિયેથી,
લઇ કિનારે હું નાવ ઉભો છું
- મેહુલ ગઢવી 'મેઘ'
No comments:
Post a Comment