ભીતરનાં ઓરડે જ્યોતિ તારી પ્રગટાવી દે,
પછી અંતરના અંધકાર હટાવી દે.
રીસાયા છે એની બારીના પડદાઓ,
તાકાત હોય તો પવન એને સમજાવી દે.
જાણકાર છો ને બધા રોગો નો તું તબીબ,
મારા આ ભીતરનાં હઠીલા દર્દોને મટાવી દે.
લાગવગ ઘણી હાલે છે એની કચેરીમાં,
પ્રેમ માટે થોડી લાગવગ લગાવી દે.
બહું ભોળો છે "આભાસ" જિંદગી આપી દેશે,
થોડી લાલચથી એને ફોસલાવી દે.
-આભાસ
No comments:
Post a Comment