હથિયાર હેઠાં નંખાઈ ગયાં
ચહેરા એમના વિલાઈ ગયાં .
અમે ક્યાં બોલ્યા હતાં કંઇજ,
કર્મ એમના અરિસે દેખાઈ ગયાં..
આપ્યાં એમણે ભલે ઝેરનાં કટોરાં,
અમૃત માની અમ થી પિવાઇ ગયાં.
જીવંત જાણી અમને એ ખુબ રડ્યાં.,
અમારા તો હસતાં જીવન જીવાઇ ગયાં.
વસવસો ના કરો હવે તો તમે સરકાર ,
કોલ ભવોભવનાં "તૃષ્ણા"થી અપાઈ ગયાં...!!
R.R.SOLANKI
(તૃષ્ણા).
No comments:
Post a Comment