આયનો જોવું ને ડોકાયા કરે છે તું,
મારી જ ભીતર દેખાયા કરે છે તું.
હું તો છું સાવ કોરોકટ ને તરસ્યો,
અને મારી લાગણીઓ માં ભીંજાયા કરે છે તું.
સમરૂ જ્યાં તને પૂરા હ્રદય થી જોવા,
અને બંધ હોઠે સતત આત્મે જપાયા કરે છે તું.
શ્રી સવા લખું ને થઈ જાય કાગળ પાવન,
પછી તો શબ્દે શબ્દે લખાયા કરે છે તું.
તું તો ક્યાં ગણતરી રાખે છે જિંદગીમાં,
પણ છાને છપને શ્વાસોથી મપાયા કરે છે તું.
આંસુ મારા જોઈને જગ આખું રાજી છે,
અને પાછી એમાં મારી માટે હરખાયા કરે છે તું.
"આભાસ" તો આભાસ માંથી આવી ગયો બહાર,
અને જાહેર માં કેમ મારાથી છુપાયા કરે છે તું.
-આભાસ
No comments:
Post a Comment