ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, January 17, 2016

હવે દુનિયા મને આ પ્રેમમાં તો ત્રસ્ત લાગે છે.

હવે દુનિયા મને આ પ્રેમમાં તો ત્રસ્ત લાગે છે;
તમે હો છો જો સાથે તો બધુયે મસ્ત લાગે છે.

નથી મળ્યાં એ પણ વિત્યા દિવસો ઘણા આજે;
મને લાગે છે મારી યાદમાં એ વ્યસ્ત લાગે છે.

નથી એ બોલતા કાંઈ, નથી કહેતો હું કાંઈ પણ;
અમારા બેયના આજે હ્યદય પણ સુસ્ત લાગે છે.

નથી પીવા મળ્યાં તારા નયનના જામ આજે તો;
છતાં જૂનો મળેલા કૈફથી મદમસ્ત લાગે છે.

નથી એ પ્રાણ એમાં, છે પ્રમાણો આપણી પાસે;
તમે અડકો અહીં 'પ્રત્યક્ષ' ઠંડો હસ્ત લાગે છે.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment