ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, January 17, 2016

આવનારા ખયાલની વાતો

આવનારા ખયાલની વાતો
તેં કરી કંઇ કમાલની વાતો !
તું સરી જાય ભૂતકાળ તરફ
હું કરું છું જો હાલની વાતો !
આજ પણ યાદ આવી જાય મને
એવી મીઠી છે કાલની વાતો !
હું તને પૂછતો રહ્યો જે કંઇ
તેં કરી એ સવાલની વાતો !
તારા મનમાં ને મારા ખિસ્સામાં
રહી ગઇ છે રૂમાલની વાતો !
- ભરત વિંઝુડા

No comments:

Post a Comment