કુંજમા કોયલડીએ ટહુકો કરી.
વસંતને વગડામાં વહેતી કરી.
થાકી પાકી નિરાંતે બપોરે.
ચકા-ચકીની જોડ બેઠી'તી ઠરી.
ઇશારા આંખે કંઈ મોઘમ કીધા.
ટહુકા ઉતર્યા ચકીની આંખમાં.
વસંતનું નોતરું ઝીલી ચકાજીએ,
ચકીને લીધી ભીંસી બાથમાં.
માળો કર્યો સહિયારા સાથથી,
લાવી તણખલાં ઘણાં ઘાસનાં.
રચ્યું એક સ્વર્ગ ચકાચકીએ.
પ્રેમ થકી પંડના આવાસમાં.
ગુંજયો વગડો મીઠાં હાલરડાંથી.
પ્રેમે ધરેલા મીઠા ઘરવાસનાં.
ગુંજી કિલકારી ઘોડિયાના ઘાટમાં.
થયા મંડાણ નૂતન પ્રવાસનાં .
" दाजी ".
No comments:
Post a Comment