હા અમે ચાલાક ફેરીયા..!!
ઈશ્વર ને અંધ ગણી,
અલ્પ ધરી અનંત લેવા ફર્યા.
ઈશ્વર તણા એ ગુનેગાર ફેરીયા.
હા અમે ચાલાક ફેરીયા..!!
ન જોઈ નીતિ અનીતિ ,
અમે તો બસ સુખ લેવા વર્યા,
સમય તણા એ સમજદાર ફેરીયા.
હા અમે ચાલાક ફેરીયા..!!
કોણ આપણું કોણ પરાયું..?
અમે તો બસ અમારુ કરી વિફર્યા,
ન આપ્યો કોઈને સહકાર ફેરીયા,
હા અમે ચાલાક ફેરીયા..!!
ધર્મ કર્મ ને નેવે મુકી,
અમે તો દિવાલે અહમ ચિતર્યા,
'મૌન' રહી છોડ્યો હ્રદયભાર ફેરીયા,
હા અમે ચાલાક ફેરીયા..!!
હા અમે ચાલાક ફેરીયા..!!
-મૌન✨
No comments:
Post a Comment