એવી રીતે તું સહેજ જ્યાં અડે
તળિયાનું લોહી તાળવે ચડે
તારા જ હાસ્યનો લય ઊઠે
પર્વત ઉપરથી જ્યાં નદી દડે
ડૂબી જવું ઉર્ફે તરી જવું
ખોવાય છે એજ બસ જડે
બસ એટલે મરવું નથી ગમતું
પાછું ફરીથી જન્મવું પડે
મારા ખભે મૂકી દીધું મસ્તક
ઘા કર્યો તે પાધરો થડે
સ્નેહી પરમાર
(પીડા પર્યંત માંથી )
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Wednesday, February 24, 2016
એવી રીતે તું સહેજ જ્યાં અડે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment