મારા પર મારી નજર નથી ,
આંખોને પણ એ ખબર નથી.
દિલમાં સરનામું લઈને ગ્યો ,
ત્યાં પણ ઈચ્છાનું નગર નથી.
પ્રેમ કરીને હું ઘવાયો છું ,
પીડાની કોઈ અસર નથી.
માર્ગ છે, મંઝિલ છે સામે ,
સાથે કોઇ હમસફર નથી.
જલરુપ સ્મિત રાખ વસંતનું
કૈ જીવનમાં પાનખર નથી.
કવિ જલરૂપ
(મોરબી)
No comments:
Post a Comment