આજેય તારું વરસવુ તોય કોરુ રહેવું મારું..
હ્રદયના ગડગડાટ સાથે છલકાઇ જવું મારું...
ભીંજાઇ રહી છે ફૂલો જેવી સ્મૃતિઓ આપણી..
સુગંધને લઇ તારામાં રહેવા આવવું મારું...
જીવન સફરની થકાન જણાય શ્વાસમાં..
મંજીલનું સરનામું તું, ત્યાં કેમ ચાલવું મારું...
તારી ઉદાસીન રાતોના કારણ મળી જશે..
એકલતાના ભાસે એમજ મલકાવું મારું...
વિખરાએલા બાગના કારણો મળશે ઘણા..
પાનખરે વસંત નામના શખ્શને શોધવું મારું...
યાદોના વહાણ ડૂબ્યા હશે રણના ઝાંઝવે..
દરિયાના ઉંડાણે જીવતી નૈયા બની તરવું મારું...
અવિરત છે ગતિ જગતમાં અમારા સ્નેહની..
એક ભાનુનું ઉગવું ને બીજું જાગવું મારું
....jn
No comments:
Post a Comment