પ્રેમ પણ કેવો અમારો આજ જગજાહેર છે;
સૌ કહે છે કેમ છો ? ને હું કહું છું ખેર છે.
છો અહીં આજે ભલેને ઘર મહીં અંધેર છે;
આમ તો જે છે એ સઘળું આપ વિણ ખંડેર છે.
એકબીજાની ઉપર છે જો મહોબ્બત કેટલી ?
તે છતાં પણ આપણામાં કેટલો યે ફેર છે ?
છે બધું અમૃત સમું મારુંય જીવન આજ તો;
તે છતાં પણ આજ એ લાગે મને કાં ઝેર છે.
ફાયદો કાંઈ નથી તું આવ કે આવે નહીં;
તુજ વિના પણ સૌ વખાણે આજ મારા શે'ર છે.
આ અચાનક કેમ આવ્યું મોત મારે આંગણે;
સૌ કહો પ્રત્યક્ષ' સાથે કેટલાને વેર છે ?
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment