પૂછો ન હાલચાલ હજી આંખ નીતરે છે;
લાવો તમે રૂમાલ હજી આંખ નીતરે છે.
એની હતી કમાલ હજી આંખ નીતરે છે !
કેવો ગજબનો વ્હાલ ! હજી આંખ નીતરે છે !
ગાંધી બની ઘર્યા છે અમે બે ય ગાલ આજ;
છે લાલચોળ ગાલ હજી આંખ નીતરે છે !
બોલી ગયા કે આપ હવે પારકા થયા છો;
મોંઘો પડ્યો સવાલ હજી આંખ નીતરે છે.
ઉપયોગ આજ અશ્રુ આ તારોય થઈ ગયો છે;
કીકી કરી છે લાલ, હજી આંખ નીતરે છે.
'પ્રત્યક્ષ' મોત બાદ સફળતા મળી પ્રણયમાં;
જોયા મેં ભીના ગાલ હજી આંખ નીતરે છે.
રવિ દવે 'પ્રત્યક્ષ
No comments:
Post a Comment