ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, February 28, 2016

દરિયો કેવો ઉછળે જયારે પહોંચે તેની મંજિલ પર -અખ્તર

કોઈ પીડા હશે સૂરજને કે આખો દિવસ આમ તપતો હશે,
ઉમ્મીદ બંધાતી હશે કોઈ, પછી જ સાજે રોજ ઢળતો હશે.

રોજ રોજનો વિરહ કેમ કરી ખમતા હશે, રોજ મળ્યા પછી,
રાત્રીને વિદાય કરતી વખતે, ચંદ્ર પણ કદાચ રડતો હશે.

ઉતાવળમાં ઊછળ કૂદ કરી દોડતા નદીથી મળવા માટે,
ઝરણાને ક્યાંક વાગી ન જાય એટલે તે પર્વત ડરતો હશે.

વાટ નિહાળતી આખું વર્ષ, વરસાદથી મિલન માટે સદા,
નાચતી હશે ધરા જ્યાં ઇન્દ્રધનુષનો પડછાયો પડતો હશે.

દરિયો કેવો ઉછળે જયારે પહોંચે તેની મંજિલ પર 'અખ્તર;
ટકરાતી લહેરોની ઉષ્મા થકી, કિનારો કદાચ બળતો હશે.

No comments:

Post a Comment