હવે તારા અહીં પહેલા સમા આજે નયન ક્યાં છે ?
હવે સાંજે નયનથી જે થતું એવું મિલન ક્યાં છે?
અહીં મારી ને તારી લ્યો અમસ્તી થાય છે વાતો ,
હતું જ્યાં નામ તારૂ હા હવે એવું કવન ક્યાં છે?
ઠરીને ઠામ થઇ ગ્યો છું હ્રદય મારું આ લુંટાવી,
હવે મારી ગઝલમાં જો પહેલા જેવી અગન ક્યાં છે?
હવે મારી ફકીરીને અલખનો રંગ લાગ્યો છે ,
કરી દીધું બધું ખાલી ને દર્દોનું ચયન ક્યાં છે?
જમાનાની મજા ખાતર સતત "આભાસ" બળ્યો છે,
ફુલો આપી ને કરમાયો હવે ભીતર ચમન ક્યાં છે?
હજી આ દોસતોનાં દિલ મહીં ધબકાર મારા છે,
મરણની બાદ પણ "આભાસ" સૌ નો આ દફન ક્યાં છે?
-આભાસ(1-4-2016)
No comments:
Post a Comment