ક્યા હાટડી લગાયા સૂની બજાર વચ્ચે
તું પણ ખરીદ કાયા સૂની બજાર વચ્ચે
એસો તલાવ મછલી કો મૌજમેં રખે હે
શું જાળ છે બિછાયા સૂની બજાર વચ્ચે
ટોળે વળેલ ત્રણસેં ને સાઠ ગોપિકાઓ
જ્યાં બંસરી બજાયા સૂની બજાર વચ્ચે
બાજૈ નગાર દડવડ ગાજે હે ગોમતી બી
તેં બંગલા બનાયા સૂની બજાર વચ્ચે
લાગી ગયો હરખનો જે ચુંદડી મહીં પણ
ક્યું ડાઘ વો છુપાયા સૂની બજાર વચ્ચે
વેચાઇ ગ્યું બધુંબધ, બાકી રહ્યું કશું ના
મબલખ મજો કમાયા સૂની બજાર વચ્ચે
પગલાં નથી છતાં પણ ઊડે ઉપાનરેણુ
અખિયન કા અભ્ર છાયા સૂની બજાર વચ્ચે.
-અનિલ વાળા
No comments:
Post a Comment