ગઝલ :- મહોબ્બતની પીડા
------------------------------------------------
મહોબ્બતની પીડા તો સૌ પીડાઓથી વધારે છે.
દરદ એનું બધાને જીવતે જીવ રોજ મારે છે.
ઘડીભર આંખ મટકું લઇ શકે નહી આ દશા કેવી,
ઉઘાડી આંખથી સપના જોવાનું દુ:ખ તો ભારે છે.
હસી લઇએ બધા વચ્ચે જમાનાને ખબર શું છે?
અમારી આ હંસી તો જુઠના કોઇ પ્રકારે છે.
ન મળ્યા હોત એ સામા અગર આ મોજ ના આવત,
મજા મારી તેઓની આંખના મોઘમ ઇશારે છે.
રડી લઇએ હરખના આંસુથી ચાલો 'ધમલ' મનભર,
ગરિમા પ્રેમની મારા હવે તેઓ સ્વીકારે છે.
-- દેવેન્દ્ર ધમલ
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.
No comments:
Post a Comment