ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, April 2, 2016

શકો તો ઠીક -સુધીર દત્તા

દર્દ ને  અવગણી  શકો  તો ઠીક
    ને પીડા ગણગણી શકો તો ઠીક

    છે સરળ ગણતરી આ દોલતની
    મનની શાંતિ ગણી શકો તો ઠીક

    જ્ઞાનનું  પોટલું  તો  સહુ  ઊંચકે
    દિલનો કક્કો ભણી શકો તો ઠીક

    ખુબસુરત "હેપી હોમ"ની અંદર
    સંબંધોને  , ચણી  શકો તો  ઠીક

    પ્રસુતાની    પીડા    અનુભવીને
    આ શબ્દો ને જણી શકો તો ઠીક

    દોસ્તીમા ,  આંસુ  સીંચીને વાવી
    લાગણીઓ લણી શકો તો  ઠીક

    ખુબ  બારીક  વસ્ત્ર   આયખાનું
    ફાટે  ને  ફરી વણી શકો તો  ઠીક
             -સુધીર દત્તા

No comments:

Post a Comment