ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, April 2, 2016

જાણયુ વિપુલનો રામ હવે નિરાકાર નથી -વિપુલ દેસાઈ

કહેવાની વાતને ન કહેવામા સાર નથી
દિલના વલોપાતનો દિમાગને ભાર નથી.

ખૂમારી સભર મસ્તક લઈ ફરીશુ હવે
જુકેલા માથામા બધે કંઇ નર્યો આભાર નથી.

વહેવડાવુ હવે કેટલુ અશ્રુઓને નયનોથી
લાગણીઓના વહેણ હવે કંઇ લગાતાર નથી.

જગતછત્ર ને રામ છે રખેવાડ  અમારો
તરછોડયા મજધારે પ્ણ સાવ નિરાધાર નથી.

હોઠ બિડવાની એજ ખરી મજા છે મિત્રો
દિલની વાતો હોય છાની ,હાહાકાર નથી.

મનમા મૂરત નિહાડીએ છે સતત પ્રેમની
જાણયુ વિપુલનો  રામ હવે નિરાકાર નથી
-વિપુલ દેસાઈ

No comments:

Post a Comment