ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, May 8, 2016

''માં''

રમતા પડુ ને નીકળે આહ્ ઈ ''માં''
ભયમા મારી ભીતરે ભળે ઈ ''માં''
દીમા દસ વાર ખબર પૂછે ઈ ''માં''
''માં''ન હોયને ઉછરે બાળપણ ઈ બાપ ''માં''
મન કામમા ને જીવ જાનમા ઈ ''માં''
હું સાવ ખાલી ભરી ફૂલદાની ઈ ''માં''
શબ્દ એક પણ ગાગરમા સાગર ઈ ''માં''
શિયાળે હૂંફ ને ઉનાળે ટાઠક ઈ ''માં''
ને ચોમાસે ખીલે બાર માસ ઈ ''માં''
ઈશનો ઊપકારને સૃષ્ટિનો છેડો ઈ ''માં''
મને કાનો લાગે વ્હાલી મારી ''માં''
    
- '' રાજ '' ( આકર્ષક )

No comments:

Post a Comment