ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, May 6, 2016

લે,આ મારી જાત ઓઢાડું તને.... ખલીલ ધનતેજવી

લે,આ મારી જાત ઓઢાડું તને.
સાહિબા! શી રીતે સંતાડુ તને?
તું રહે દિલમાં કે આંખોમાં રહે
કયાંય પણ નીચો નહીં પાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું
મૌન ની મસ્તીથી રંજાડુ તને.
તું નહીં સમજી શકે તારી મહેક
લાવ, કોઇ ફૂલ સુંઘાડું તને.
હૂબહૂ તારીજ લખવી છે ગઝલ
તક મળે તો સામે બેસાડું તને.
કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે
લાવ, મારી યાદ વળગાડું તને.
તેં નિકટ થી ચંદ્ર જોયો છે કદી?
આયનો લઈ આવ દેખાડું તને.
ઘર સુધી તુ આવવાની જિદ ન કર
ઘર નથી ,નહીં તો હું ના પાડું તને?
તું ‘ખલીલ’આકાશને તાક્યા ન કર
ચાલ છત પર ચન્દ્ર દેખાડું તને.

ખલીલ ધનતેજવી

No comments:

Post a Comment