શોધી નહી જાત ખુદમાં ને લાગણીઓ શોધવા બેઠા,
દરિયા કિનારે જ સાચાં મોતીના ઢગ ખોળવા બેઠા.
નજર કરી બુઠ્ઠી ને ધારદાર આંખે ગુનો ફંફોસવા લાગ્યા,
કાંકરા-ફોતરા ઊપણી
પ્રેમને પીપળે સમાવવા બેઠા.
મહેકે સુમન એની પ્લાસ્ટિક ફૂલે છાટેલા અતરની જેમ,
બાવળ-બાવળ વાવી મધમીઠી કેરીનાં ઓરતા જીલવા બેઠા.
ઉપવનમાં રહે થોરની જેમ એક્લતાની ભીડમાં કાયમ,
શેરીએ-શેરીએ ચોવટીયા થઇ માણસાઈ જોને ગોતવા બેઠા.
પ્રેમદિવડી પ્રજ્વલિત શુ કરે એ અધૂરો માનવ સમો પ્રાણી,
'જ્ન્નત' માં પણ જહ્ન્નૂમ બનાવી જે ખુદને મારવા બેઠા.
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment