ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, May 22, 2016

રોજ કેમ ભીનું છાણું હોય છે

રોજ કેમ ભીનું છાણું હોય છે.
ઘર મુસીબતોનું થાણું હોય છે.

અન્યને આઠે પ્હોર શુભ દીશે,
મારે જ પ્રતિપળ કટાણું હોય છે.

ત્રસ્ત થઈ સૌથી વનમાં ગયો,
પો'ચ્યો તો વનમાં લાણું હોય છે.

ના ગોઠ્યું મૂર્ખાઓના ગામમાંય,
દુર્ભાગ્યે ઘર એક શાણું હોય છે.

ઉપજે છે ક્યાં યોગ્ય મૂલ્ય છતાં,
રોજ મારું નગદ નાણું હોય છે.

પૂછતી આવે છે રોજ મારું ઘર,
આફતોનું ક્યાં ઠેકાણું હોય છે.

ભાંડતો હતો 'મસ્ત' હું તો કૂવાને,
જોયું તો કોશમાં કાણું હોય છે.

-ઈશ્વર ચૌહાણ (જુલાઈ-05)

No comments:

Post a Comment