"આપણા મા આપણે"
ધારવા ની સાવ ખોટ્ટી ધારણામાં આપણે,
આપણા માં વારતા કે વારતામાં આપણે?
ઓરડા ને ઓસરી પુછ્યા કરે છે ક્યારની,
એકલા ક્યારે મળીશુ બારણામાં આપણે?
મોર આવ્યો આંગણે ને ઢેલ પણ છે સાથ મા,
ચાલ ને વરસી પડીએ આંગણામાં આપણે.
આટલા ઉંડા ગયા’તા એમના મા, શું મળ્યું?
ચાલ ને પાછા ફરીએ આપણામાં આપણે.
એક ડોસો ઝેર પી ને ફક્ત બોલ્યો આટલુ,
એમ ના જીવાય કૈ સંભારણામાં આપણે.
-માધવ આસ્તિક
No comments:
Post a Comment