મારા પેટ ઉપર રહી ગયેલો ખાડો
તેમાં નખાય તેટલું નાખો
દરિયામાં કાલે જ
માટી નાખી
એટલી નજર મારી રણમાં પડી
વાવાઝોડા માં ઉડીને
આવતી આંધી
મારી નજરને મૃગજળ માં ઉંડી ઉતારે
ને
ઉંચે આકાશે
રખડતા ગીધના ટોળાં
આશરો આપે
ત્યારે કાંટાની વાડ આવતા શિયાળને કાઢે
ને
મારાથી દૂર થતું
અજવાળું
નજીક સરકીને
સામેની બારીએ
અથડાઈને
કંઇ બાજું જતું રહ્યું !
આકાશ
No comments:
Post a Comment