ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, July 6, 2016

મે-જૂન 2016ના કવિલોકના અંકમાં મારું ગીત [એવુંય થાય...] -રાજુલ

એવુંય થાય……
આંખમાંથી ચોરેલા ગુપચુપ સંદેશા આ હૈયાથી ના ઉકેલાય!

પાંપણની કોરે આ દરિયા અથડાતાને
ફીણ ફીણ થઇ વિખરાતા
એકજ ઘસરકે કેવા વહી નીકળ્યા પછી
નજરોનાં ત્રાજવે તોળાતા

અચરજની વેદીએ ચઢતાં પહેલાં તે કંઈ કેટલાયે વળ મૂઆ ખાય!
એવુંય થાય……

ભૂલેચૂકેય કદી કહેવું ના કોઈને કે
આંખોની લિપિ છે અઘરી
સાંભળશે કોણ વળી કહેશે પણ કોણ
એની અવઢવમાં બધ્ધું જાય નીતરી..

અધકચરાં મૌનને ઉકેલી જો જાણોતો વણકહ્યું પણ સમજાય!
એવુંય થાય……

-રાજુલ

No comments:

Post a Comment