આ ઈશ્વરને એકવાર ગમે ત્યાં ગમે તેમ મળવું છે
તલવાર અને ગદાથી એની જોડે જોરદાર લડવું છે
કાંતો એ મને મારી નાખે મોટો શ્રાપ આપીને
નઈતો છાતીએ ચઢી મારે ગળુ મસળવું છે
આ શું વાત-વાતમાં એના નામ નો ડર રાખવાનો
સાચો હોય તો આવે સામે સાચુકલું અડવું છે
જરૂર હોય ત્યારે ક્યાં સંતાઈને બેસી જાય છે?
સ્વાર્થી છે કેટલો ક્યાં કોઈની તકલીફમાં એને પડવું છે?
આ એના પુજારીઓ જ ડૉઝુ ફુલાવીને બેઠા છે
મફતિયા સાલાઓને મફતિયું જ રળવું છે
ધર્મના નામે કેટ-કેટલાને ભરખશો ?
એ હોય તોય નપાવટ નાલાયક લુચ્ચો બસ એજ સત્ય જે કડવું છે
મુકેશ મકવાણા
No comments:
Post a Comment